નમસ્તે, હું છું

ડૉ. અંકિતા મુલાણી

Rich Thinker

લેખિકા

લોકો મને Rich Thinker તરીકે ઓળખે છે. હું લખું છું, બોલું છું અને દરેક વાતમાં A+ શોધવાની આદત પાડું છું.

  • 261K+Instagram
  • 294K+Facebook
  • 5+પુસ્તકો
ડૉ. અંકિતા મુલાણી
ડૉ. અંકિતા મુલાણીસુરત, ગુજરાત
ડૉ. અંકિતા મુલાણી
Rich Thinker

મારો પરિચય

દરેક વાતમાં A+ જોવાની આદત

મારું બાળપણ સુરત અને અમરેલી વચ્ચે વીત્યું. ભણવા માટે બીજાના ઘરે રહેવું પડ્યું, એટલે જવાબદારી શું કહેવાય એ બહુ વહેલું સમજાઈ ગયું. BBA અને MBA (ફાઇનાન્સ) પછી કોમર્સના વિદ્યાર્થીઓને ભણાવ્યા, પછી એકાઉન્ટન્ટ તરીકે કામ કર્યું. આ બધા વચ્ચે એક વસ્તુ ક્યારેય ન છૂટી, અને એ હતી રોજનું લખવાનું.

પ્રેમ, લાગણી, પરિવાર, તહેવાર, પ્રકૃતિ કે પ્રેરણા, વિષય કોઈ પણ હોય, હું એને હકારાત્મક નજરે જોવાનો પ્રયત્ન કરું છું. એટલે જ મારી દરેક રચના નીચે એક નાનું નિશાન હોય છે: A+.

261K+ Instagram પરિવાર
104K+ Facebook વાચકો
50+ ટૂંકી વાર્તાઓ
14+ વર્ષનો અનુભવ

મારાં પુસ્તકો

શબ્દોમાં સચવાયેલી જિંદગી

અંકિતા મુલાણી ત્રણ દાયકાની જિંદગી A+
લેખિકા

ત્રણ દાયકાની જિંદગી

ત્રીસ વર્ષમાં જીવેલા અનુભવો, સંઘર્ષ અને એમાંથી મળેલી શીખ. વાંચતાં વાંચતાં તમે તમારી પોતાની જિંદગીમાં ડોકિયું કરવા લાગશો.

સામાજિક પ્રભાવ

શબ્દોથી શરૂ થયેલો બદલાવ

1000+ લાઇફ ચેન્જિંગ સેમિનાર
3 લાખ+ વિદ્યાર્થીઓને સાચી દિશા
2 લાખ+ મહિલાઓ 'હું છું વીરાંગના' અભિયાનમાં
5 લાખ+ પરિવારજનો સંપ અને સ્નેહના તાંતણે

Rich વિચાર

આજે મનમાં રાખવા જેવી એક વાત

બીજો વિચાર

અમીર બનવું હોય તો પહેલાં વિચારથી અમીર બનો. ખિસ્સું તો પછી આપોઆપ ભરાશે.
ડૉ. અંકિતા મુલાણી +91 63552 88133 #RichThinking
પરિસ્થિતિ બદલાય એની રાહ ન જુઓ. નજર બદલો, પરિસ્થિતિ પાછળ પાછળ આવશે.
ડૉ. અંકિતા મુલાણી +91 63552 88133 #Life
ઘર ઈંટોથી નહીં, એકબીજાને સમજવાથી બને છે.
ડૉ. અંકિતા મુલાણી +91 63552 88133 #Family
જે દિવસે બીજાની જીતમાં તમને ખુશી મળવા લાગે, એ દિવસે તમે સાચા અર્થમાં જીતી ગયા.
ડૉ. અંકિતા મુલાણી +91 63552 88133 #Success
પ્રેમ એટલે અઘરા રસ્તે પણ હાથ ન છોડવો.
ડૉ. અંકિતા મુલાણી +91 63552 88133 #Love
દરેક નિષ્ફળતા પર A+ લખી દો, કારણ કે એણે તમને કંઈક તો શીખવ્યું જ છે.
ડૉ. અંકિતા મુલાણી +91 63552 88133 #RichThinking
મા-બાપ બાળકને જે આપે એ મિલકત છે, અને જે શીખવે એ વારસો.
ડૉ. અંકિતા મુલાણી +91 63552 88133 #Family
આજે એક નાનું સારું કામ કરજો. દુનિયા ન બદલાય તો કંઈ નહીં, કોઈનો દિવસ તો જરૂર બદલાશે.
ડૉ. અંકિતા મુલાણી +91 63552 88133 #Life

વિડિયો

સાંભળો, સમજો અને જીવનમાં ઉતારો

ઇન્ટરવ્યૂ

શિક્ષા TV પર ડૉ. અંકિતા મુલાણી

પરિવાર અને સંબંધ

દુનિયાની બે સ્ત્રી સુંદર લાગે

પ્રેરણા

ડૉ. અંકિતા મુલાણીનું વક્તવ્ય

પુસ્તક ચર્ચા

ત્રણ દાયકાની જિંદગી: પુસ્તક સમીક્ષા

સફર

સંઘર્ષથી સન્માન સુધી

  1. 2015 ભણતર

    BBA અને MBA (ફાઇનાન્સ) પૂર્ણ, શિક્ષણ કાર્યની શરૂઆત

    ધોરણ 11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓને ત્રણ વર્ષ ભણાવ્યા.

  2. 2018 પડાવ

    સુરતની શાળામાં એકાઉન્ટન્ટ

    કામ આંકડા સાથે, પણ મન શબ્દોમાં.

  3. 2020 પુસ્તક

    પહેલી લઘુનવલ પ્રકાશિત

    ફેબ્રુઆરી 2020માં પહેલું પુસ્તક વાચકોના હાથમાં પહોંચ્યું.

  4. 2020 સન્માન

    મહિલા ગૌરવ એવોર્ડ

    Shri Saurashtra Patel Seva Samaj, Surat

  5. 2020 સન્માન

    બેસ્ટ લિરિક્સ ઓફ ધ યર

    Rang channel

તમારા શહેર, શાળા કે સંસ્થામાં સેમિનાર ગોઠવવો છે?

વિદ્યાર્થીઓ, માતા-પિતા અને પરિવારો માટેનાં વક્તવ્યો માટે આજે જ વાત કરો.

સેમિનાર બુક કરો